ખોડીયાર માતાજી ની સ્તુતિ
============================
જય ખોડિયાર દિન દયાળી, તમારું સ્મરણ મારે સાચું રે
સંકટ સમયે સહાય થાજો, પ્રાર્થના કરી મન યાચું રે
ભવસાગર માં ભૂલો પડ્યો માં, ભમી ભમી મન થાક્યું રે
સ્મરણ તમારું ના સહેજ કર્યું, માયામાં ચિત્ત રાખ્યું રે
જોશો જરાના દોષ માડી, ક્ષમા કરી ઉર રહેજો રે
શી રીતે મહિમા ગાવું માં, શબ્દ નથી કે વાણી રે
ખમ્મા ખમ્મા મારી ખોડલ માં, તું તો આદ્ય ભવાની રે
આ જગત માં નથી કોઈ મારું, સઘળા જુઠ્ઠા સબંધી રે
રૂઠયા ગ્રહ ને રુઠી વિધીતા, નબળા પણ ભાગ્ય ના લેખ રે
ન માગું માડી ધન દોલત, ન માગું હીરા મોતી રે
સાદ કરું ત્યાં પ્રગટ થાજો, વિનવું હું કર જોડીને
મંત્ર તંત્ર કે શાસ્ત્ર વળી, ધર્મ કર્મ ન જાણું રે
એક ચિત્તથી સ્મરણ કરી, તારામાં સુખ માણું રે
રખવાળી તું ત્રણ ભુવનની, ભક્ત જનોએ વખાણી રે

અપરાધ કર્યા માવડી મેં ઘણા, સ્મરણ ન કીધું તમારું રે
અમેતો અહંકાર નું ઝેર, ઘૂંટી ઘૂંટી ને પીધું રે
હે જગદંબા પતિ તપાવન, ભક્તો ની વહારે આવો રે
પાપ અમારા ખાખ કરી, પૂર્ણ તેજ પ્રગટાવો રે
ભક્ત જનોના દુ:ખ હરનારી, તું દાતા ને દાની રે

રચ્યો છે છંદ ખોડલ માનો, જે કોઈ પ્રેમથી ગાશે રે
માં રાજપરાવાળી ભાવનગર વાળી, બીડજ વાળી, સિવિલ વાળી,
મેમનગર વાળી, ખોડીયાર માં મનોકામના પૂરી કરે રે
ઓમ નમો મંગલમ સદા મંગલમ, સદા સદા સર્વદા સર્વદા
ઓમ નમો ભક્ત રક્ષક દેવી ખોડલ, ઓમ નમો સ્તુતે ઓમ નમો સ્તુતે નમો નમઃ
ઓમ લાખો ના પાલન હારી, જગ જનની જગદંબા નમો સ્તુતે
આપ છો ખોડલ તુજ આધાર, એ ભવસાગર થી તારવા માં બનો તૈયાર
એ વિશ્વ બધામાં તું વસીને અણુ અણુ માં વાસ
એ પોતાના ગણી રાખજો, તારા ભક્તો ને ખાસ
એ ખોડલ ખુબ વરસાવજે અમી તણો વરસાદ
એ માગું માવડી એટલું કે અમને રહેજો યાદ
માતાજી સૌનું ભલું કરો, એવા અંતરથી આશીર્વાદ..!!

No comments:
Post a Comment